Real Estate in Gandhinagar

Real Estate in Gandhinagar

જ્યારે રોકાણ કરવાની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે અનેક સવાલ અને તર્ક વિતર્ક આવે. અને આ રોકાણ આ જગ્યાએ કેટલું વળતર આપશે❓ કે કેટલો નફો કમાવી આપશે❓ અને મુખ્ય સવાલ મારું રોકાણ યોગ્ય જગ્યાએ થઈ રહેલ છે ને⁉️ દેશી ભાષા મા કહી શકાય કે મૂડી ના મરઘા નહિ થાયને⁉️

આવો ગાંધીનગર ની તાકાત આજની તારીખે જોઈ લઈએ

આજે ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે અને ખરા અર્થમાં એ હૃદય બની ગયું છે દરેક ગુજરાતીઓનું.

સર્વ પ્રથમ ગુજરાતમા રોકાણ કરવા ગુજરાતીઓ ને સમજવા પડશે. અહીં બધા ગુજરાતીઓ મિતભાષી છે અને સ્વભાવે ધંધાદારી છે. ધંધો કરવા સમગ્ર દુનિયામાં જવાની તાકાત ગુજરાતીઓમાં છે અને દરેક દેશમાં જઈને સમગ્ર ભારતવર્ષ નું નામ ઉજાળ્યું છે. તાતા ગ્રુપ, રિલાયન્સ ગ્રુપ, અદાણી ગ્રુપ, નિરમા ગ્રુપ,સન ફાર્મા ગ્રુપ, પાયોમાં ગ્રુપ આવા અગણિત નામ છે જેઓ ગર્વ થી કહે છે કે અમે ગુજરાતી છીએ. અહીં છેલ્લા 22 વર્ષ થી સ્થિર સરકાર છે.

અહીં મહાત્મા મંદિર બની ગયું છે જ્યા દર બે વર્ષે “વાયબ્રન્ટ ગુજરાત” નૂ આયોજન સાલ 2004 થી થઈ રહેલ છે, અને દેશ વિદેશના રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરી રહયા છે.

અહીં ગાંધીનગર શીક્ષણ ક્ષેત્રે પણ ખૂબ આગળ હોવાથી અહીં સમગ્ર ગુજરાત થી વાલીઓ પોતાના સંતાનો ને ભણાવવા ધોરણ 10, 11 અને 12 માટે આવે છે અને પછી પ્રદુષણ મુક્ત અને આધુનિક સગવડ ભરેલ ગાંધીનગર માજ વસી જાય છે. ગાંધીનગર મા GPSC, UPSC, IAS જેવી પરીક્ષાઓ માટે તૈયારી કરતા યુવાનો ની સંખ્યા વધતી જાય છે. આ ઉપરાંત જિલ્લા મા આવતા કલોલ, દહેગામ, માણસા જેવા તાલુકાના દરેક વ્યવસાયી કે નોકરિયાત માટે રહેઠાણ માટે ગાંધીનગર પ્રથમ પસંદગી છે.

ગાંધીનગર મા સરકારશ્રી એ ઘણા સક્ષમ પ્રયત્નો કરેલ છે અને પાયા ની સુવિધાઓ દરેક સેકટર મા આપેલ છે. ગાંધીનગર મા મહાત્મા મંદિર અને અક્ષરધામ મંદિર કોઈપણ માનવંતા મહેમાન માટે પ્રથમ આકર્ષણ છે. આજ ગાંધીનગર માં દરેક બે વર્ષે વાયબ્રન્ટ સમીટ યોજાય છે જ્યા દેશ વિદેશની હજારો કંપનીઓ મુલાકાત લે છે અને ગુજરાત માં રોકાણ કરે છે. અહીં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) નું એક યુનિટ આવેલ છે જ્યા 10000 ઉપર કર્મચારીઓ કામ કરી રહેલ છે. ગાંધીનગર આસપાસ નો વિસ્તાર ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલેકે ગુડા દ્વારા અલગ અલગ ટાઉન પ્લાનિંગ સ્કીમ ( TP ) મૂકીને ડેવલપ કરવામાં આવેલ છે. અહીજ ગુજરાત સરકાર દ્વારા GIFT સીટી નું નિર્માણ કરવામાં આવેલ છે જ્યા દેશ વિદેશની નામાંકિત કમ્પનીઓ અલગ અલગ પ્રોજકટ પર કામ કરી રહેલ છે. અહી લગભગ બધી બેન્કો આવી રહી છે અને બેન્ક ઓફ બરોડા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ અમેરિકા જેવી બેંકો આવી પણ ગઈ છે. ઓરેકલ જેવી નામાંકિત આઈ.ટી કમ્પનીઓ પણ યાદી માં સામેલ છે. આ હજી ગાંધીનગર ની શરૂઆત છે જ્યા દરેક ને 24 કલાક વીજળી અને ગટર,પાણી ની સુવિદ્યા ઓ મળે છે. ગુજરાત સરકાર પોતે ગાંધીનગર ને વિકસાવવા માટે અનેક પગલાં લઇ રહેલ છે. અહી ગુજરાત સરકાર ભવિષ્યમાં એક મોટા અભ્યારણ ની પણ શરૂઆત કરવા જઇ રહેલ છે.

આ સમગ્ર પરિસ્થિતિ જોતા ગાંધીનગર મા હમણાં જે પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ થઈ રહેલ છે તે માંગ પુરવઠા મુજબ યોગ્ય રેશિયો મા છે. જે થઈ ને ગાંધીનગર મા રોકાણ કરવા થી ક્યારેય તમારા મૂડી મા ઘટાડો નહિ થાય પણ વધારો જરૂર થી થઈ શકશે.